On the Occasion of National Science Day, GEC invites theme-based science articles and Innovative Ideas/Videos/Posters/Drawings on the 7 Themes of Mission LiFE- Lifestyle For Environment.
Last Updated : 27/01/2020
ઓઝોન ડે ની ઉજવણી

તારીખ: 16 /09/2019
સ્થળ: શિવરાજપુર બીચ
હેતુ: શિવરાજપુર બીચ પર ઓઝોન ડે ની ઉજવણી કરવી.


પ્રક્રિયા:આજરોજ ૧૬/૦૯/૨૦૧૯ ના રોજ ગુજરાત ઇકોલોજી કમિશન અને વિંગ્સ ફાઉન્ડેશન સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાનાં શિવરાજપુર બીચ પર ઓઝોન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શિવરાજપુર બીચના મેનેજર શ્રીવેરસીભાઈ, ગામના સરપંચ શ્રીઅશોકભાઇ, ગુજરાત ઇકોલોજી કમિશનના જીગ્નેશભાઈ, શાળાના બાળકો, શિક્ષકો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી ઉત્સાભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ આપણી પરંપરા મુજબ પ્રાર્થના (શુભ મંગલ )થી કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત ઇકોલોજી કમિશન અને વિંગ્સ ફાઉન્ડેશન ની ઓળખાણ આપી અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓઝોન ડે અંગેની માહિતી આપવામાં આવી જેમાં ઓઝોન ડે વિશ્વ ભરમાં ૧૬ સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ્ય ઓઝોનના સ્તરની સંભાળ અને સુરક્ષાનો હોય છે. ઓઝોન સ્તર સૂર્યમાથી ધરતી પર આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણોને ફિલટર કરવાનું કામ કરે છે. પૃથ્વી પર જો આ કિરણો સીધા પડે તો માનવ જીવન માટે એ ખતરા રૂપ બને છે. ઘણા બધા શારીરિક રોગ અને ખેતી, તેમજ અન્ય જીવસૃષ્ટિ માટે પણ એ નુકશાન કરતાં બને છે.

ઓઝોન આમ તો રસાયણ છે. એક બ્લ્યુ વાયુ છે. ઑક્સીજન સામાન્ય રીતે બે અણુઓનો બનેલો હોય, પણ ઑક્સીજન ત્રણ અણુઓનાં સંયોજનથી બનેલો હોયછે. બે અણુઓના સયોજનવાળો ઑક્સીજન આપણાં વાતાવરણ અને માનવ જીવન માટે ઉપકારક બને છે. પૃથ્વીની આસપાસના વાતાવરણના સ્તરમાં ઓઝોનનું સ્તર લગભગ જમીનથી ૨૪ થી ૩૦ કિમી. ઉંચાઈ પર છે. અને એટલા માટે જ સૂર્ય માંથી પસાર થઈ પૃથ્વી સુધી પોહચે છે. ત્યારે વાતાવરણના ઑક્સીજના ચક્રને પણ સ્થિર કરે છે.

સંયુક્ત રાષ્ટ મહાસભા દ્વારા ૧૯૯૪ થી આ દિવસ ઉજવવામાં આવે છે. ઓઝોન ડે ના ઉજવાતા કાર્યક્રમોમાં આ ઓઝોન સ્તર વિષેની જાગૃતિ લોકોમાં આવે આ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. પૃથ્વીની આસપાસના વાતાવરણમાં આપણે જે પણ પ્રદૂષણ, ધુમાડો, કેમિકલવાળા ગેસ, વગેરે વગેરે દ્વારા ફેલાવીએ છીએ, તેની અસર આપણી ઉપરના આ ઓઝોન સ્તરને પણ થાય છે. અને એટલા માટે જ આ દિવસે જન જાગૃતિના કાર્યક્રમો કરવા જરૂરી છે. જેટલુ ઓઝોનનું સ્તર સારૂ અને મજબુત તેટલું માનવ જીવન માટે ઉપકારક છે. પણ આજ-કાલની આપણી વિવિધ પ્રકારની પ્રવૃતિઓ પ્રદુષિત જમીન, પાણી, હવા આ બધાના કારણે ઓઝોન સ્તરને હાનિ પહોચાડે છે અને એના કારણે કેટલાક ગંભીર રોગો આપણી ધરતી પર ફેલાઇ રહ્યા છે.આજના દિવસના જન જાગૃતિ કાર્યક્રમોમાંથી આપણે આપણાં સુરક્ષા કવચ જેવા ઓઝોન સ્તરને કેવી રીતે સંભાળી શકીએ તેવી વાતો કરવી જરૂરી છે.

વાહન વ્યવહારોથી ફેલાતા ધુમાડા, ફેક્ટરીઓથી ફેલાતા જેરી ગેસ, કેમિકલ યુક્ત પાણી, કેમિકલ યુક્ત પ્રવાહી યુક્ત કચરો, જેનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિ આપણે અપનાવેલી નથી આ ઉપરાંત પ્લાસ્ટિકનો બહળો ઉપયોગ જેના કારણે જમીન, પ્રાણીઓ, વગેરેને થતું નુકસાનને આપણે અટકાવવા માટેના ઉપાયો માટે આપણે સભાન નથી. જંગલોનો થતો નાશ પણ આપણાં વાતાવરણમાં રહેલા ઓક્સિજનને મોટાપાયે અસર કરે છે. રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો છંટકાવ આપણી હવા અને આપણાં ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાક આપણી રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે અને આવી સ્થિતિમાં આપણે જો આપનું સુરક્ષા કવચ એટલે કે આપણું ઓઝોન સ્તર તંદુરસ્ત અને મજબુત ના હોય તો માનવ જીવનને ઘણું નુકસાન વેઠવું પડે છે એટલે આ બધી બાબતોને ધ્યાન આપી ગંભીરતાથી આ વિચાર કરી સૌ સાથે મળીને જો કામ કરીએ તો આપણે આપણાં વાતાવરણને અને આપણાં ઓઝોન સ્તરને સમૃદ્ધ બનાવી શકશું જેવી માહિતી ઉડાણ પૂર્વક દર્શનાબેન જોષીએ આપી.

ત્યારબાદ કાર્યક્રમોમાં બાળકો, બીચ સંગઠનના કાર્યકર્તાઓને સાપસીડીના ત્રણ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા જે સાપસીડી પર્યાવરણ આધારિત હતી અને તેમાં પ્રથમ નંબરના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુંઅને સાપસીડીની રમતની ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ આ કાર્યક્રમની સંપૂણ પ્રવુતિઓ પૂર્ણ થતાં, સૌ હાજર ગ્રામજનો, બાળકો અને બીચ પર કાર્યરત કાર્યકર્તાઓનો આભાર માનવામા આવ્યો હતો અને અંતે અલ્પાહાર લઈ સૌ છૂટા પડ્યા હતા.