Last Updated : 17/05/2017
WORLD EARTH DAY
Summary :
World Earth Day Celebrated on 22th April at Bhuj
ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે “પર્યાવરણ અને આબોહવા સાક્ષરતા”ની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે પૃથ્વી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે તે અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન(જીઇસી) દ્વારા “પર્યાવરણ અને આબોહવા સાક્ષરતા” થીમ પર કાર્યશાળાનું આયોજન 22મી એપ્રિલ, 2017ના રોજ ભૂજ ખાતે કરવામાં આવ્યું હતું.
જીઇસી એ વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે. જે પર્યાવરણ અને પરિસરતંત્રના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે સંશોધનો અને લોક જાગૃતિ માટેની કામગીરી કરે છે, ત્યારે રાજ્યના લોકોમાં પર્યાવરણ અને આબોહવા પ્રત્યે જનચેતના જાગૃત થાય તે માટે “પર્યાવરણ અને આબોહવા સાક્ષરતા” ની થીમ પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એક દિવસીય કાર્યશાળાનું ઉદઘાટન ગુજરાત ઈકોલોજીની નિયામક, શ્રી એ. સી. સંપટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તથા શ્રી એલ જે પરમાર, નાયબ વન સંરક્ષક, કચ્છ પશ્ચિમ અને શ્રી એ સી પટેલ, નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વની વિશેષ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત ડૉ. વી. વિજયકુમાર, નિયામક, ગાઇડ, ડૉ. પંકજ જોશી(વૈજ્ઞાનિક) ખાસ હાજરી રહી હતી. ઉપરાંત કાર્યશાળામાં મોરબી જિલ્લા તથા કચ્છના દરિયાકાંઠાના ગામના જનસમુદાયના લગભગ 100થી વધારે લોકોએ ભાગ લીધો હતો.
પર્યાવરણ સંરક્ષણ અંગે લોક-જાગૃતતા કેળવાય તે આશયથી ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા 30 મિનિટની પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી પર બનેલી ડોક્યુ ડ્રામા ફિલ્મ “આપણો દરિયો, આપણું જીવન”નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું સ્ક્રીનિંગ આ કાર્યશાળા દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં “પર્યાવરણ અને આબોહવા સાક્ષરતા”ની થીમ પર વિવિધ સંસ્થાઓના તજજ્ઞો વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત લોકોને પર્યાવરણ અને આબોહવા અંગેની લોક જાગૃતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થાય અને ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં સહયોગી તેનું માર્ગદર્શન આપ્યું હતું.
Gallery :