Last Updated : 27/01/2020
આંતરરાષ્ટ્રિય સાગર સફાઈ દિન
તારીખ: 21/09/19
સ્થળ: મકનપુર બીચ, મકનપુર ગામ
હેતુ: સ્થાનિક લોકોને સાગર કિનારાની સ્વચ્છતાનુ મહત્વ સમજાવવું.
પ્રક્રિયા:ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર દ્વારા ગુજરાતના દરિયા કિનારાના સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ગુજરાતમાં ૧૬૫૦ કી.મી લાંબા દરિયા કિનારો આવેલ છે. જેના સંરક્ષણની મુખ્યત્વે જવાબદારી સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશનને સોંપાયેલ છે.
દેવભૂમિ દ્વારકા એ દરિયા કિનારે આવેલું પુરાતન સ્થળ છે.
આજરોજ મકનપુર ગામના બાળકો, યુવાનો તેમજ વડીલોનો સાથ - સહકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને બાળકોના સ્તરે વિષય સ્પષ્ટતા થાય તે હેતુથી શાળામાં બાળકો સાથે દરિયાઈ જીવસૃષ્ટિ વિશે,સાગર સરક્ષણ વિશે તેમજ તેના બચાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ‘દરિયો આપણું જીવન’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમજ બાળકો સાથે પ્રશ્નોતરી દ્વારા સાગર સફાઈ દિનનું મહત્તવ સમજાવવામાં આવ્યું હતું.
વિવિધ રાજ્યો માથી લોકો દ્વારકાધીશ અને નાગેશ્વર જ્યોતિલિંગના દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રવાસીઓ પોતાનો કચરો સહજતાથી દરિયામાં નાખતા હોય છે. તેમજ આ વિસ્તારના વિવિધ ગામોમાં દરિયા કિનારે સ્થાનિક લોકો water spark center બનાવતા હોય છે. જેથી અહીનો સાગર કિનારો પણ પ્રદુષિત થતો હોય છે. થોડા સમયથી શિવરાજપુર અને મકનપુરના દરિયા કિનારે બીચ અને water sport center બનાવી લોકો કેમ્પ સ્થાપી ચલાવી રહયા છે.
ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્તમાન સમયમાં મકનપુર સાગર કિનારે વધુ ડેવલોપમેન્ટની શકયતાઓ ઊભી થઈ હોવાથી આ ગામના લોકો સાથે જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું. કાર્યક્રમના પાંચ દિવસ અગાઉથી ગામમા મોબિલાઇજેશનની પ્રક્રિયા કરવામા આવી હતી. ગામમા ઘરે ઘરે જઇ કાર્યક્રમા અંગે લોકોને જાણ કરવામા આવી હતી તેમજ ગામના આગેવાનો તેમજ મહિલા મંડળના સભ્યો સાથે મિટીંગ કરી આ કાર્યક્રમ મકનપર ગામના લોકો માટે કેમ વધુ મહત્વનો છે તે અંગે ચર્ચા કરવામા આવી હતી.
આંતરરાષ્ટ્રિય સાગર સફાઈ દિનેસાગર કિનારે મકનપુર ગામના યુવાનો વડીલો તેમજ બાળકો હાજર રહેલા. ગ્રામજનો સાથે સ્વછ દરિયાનું મહત્વ, દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ વિશે તેમજ ખોરાકમાં લેવાતા દરિયાઈ જીવોની તંદુરસ્તીની માનવ શરીર પર થતી અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. દરિયામાં થતાં વિવિધ પ્રકારના પ્રદૂષણ વિશે અને તેના દ્વારા થતાં નુકશાન વિશે વાત કરવામાં આવી હતી. પ્રશ્નોતરી દ્વારા દરિયાઈ પ્રદૂષણ અટકાવવાના વિવિધ ઉપાયો અને પગલાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી કે જે આપણાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોનું કાળજી લેવાથી આસાનીથી શક્ય બને છે.
ત્યારબાદ તમામ ગ્રામજનોની મદદથી બીચ પર ભરતી દ્વારા આવેલ પ્લાસ્ટિક, કાચ, લોખંડ તેમજ અન્ય કચરાની સફાઈ કરવામાં આવી તેમજ એકત્ર કરવામાં આવેલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ગામના બહેનો ભાઈઓ દ્વારા આ નવીન પ્રકારના કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. વિંગ્સ ફાઉન્ડેશનના ડૉ. વિભાબેન પટેલ દ્વારા સૌને માહિતગાર કરવામાં આવેલ તેમજ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અલ્પાહાર લઈ સૌ છૂટા પડ્યા હતા.