On the Occasion of National Science Day, GEC invites theme-based science articles and Innovative Ideas/Videos/Posters/Drawings on the 7 Themes of Mission LiFE- Lifestyle For Environment.
Last Updated : 17/05/2017

NATIONAL WORKSHOP OF ENVIS

Summary :


એન્વીસ સેન્ટર્સની કામગીરીના મૂલ્યાંકન તેમજ તેના કાર્યક્ષેત્રના વ્યાપ માટે રાષ્ટ્રીયકક્ષાનો વર્કશોપ


ગુજરાત ઇકોલોજી કમિશન(જીઇસી)ના સહયોગથી પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશના 69 એન્વીસ સેન્ટર્સની કામગીરીના મૂલ્યાંકન તેમજ તેના કાર્યક્ષેત્રના વ્યાપ માટે રાષ્ટ્રીયકક્ષાના વર્કશોપનું આયોજન 17મી અને 18મી માર્ચ, 2017ના રોજ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું .

વર્ષ 2004થી ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયના સહયોગથી ગુજરાત ઈકોલોજી કમિશન ખાતે એનવીસ સેન્ટર કાર્યરત છે, જે રાજ્યના પર્યાવરણ સબંધિત મુદ્દાઓ પર કામ કરે છે, પર્યાવરણના વિવિધ પરિમાણોની ડેટા બેંક તૈયાર કરે છે અને રાજ્યની પર્યાવરણીય પરિસ્થિતિ અને તેને સંલગ્ન સમસ્યાઓનો અહેવાલ દર બે વર્ષે તૈયાર કરે છે સાથોસાથ તે પર્યાવરણ જાગૃતિ, સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રચાર-પ્રસાર કરે છે અને પર્યાવરણના વિષય પર કામ કરતી વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરે છે.

રાષ્ટ્રીયકક્ષાના આ વર્કશોપનું ઉદઘાટન 17મી માર્ચ, 2017ના રોજ સવારે 10 કલાકે, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શ્રી અજય નારાયણ જ્હા(આઇ એ એસ), સેક્રેટરી, પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય, ભારત સરકારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તથા શ્રી અરવિંદ અગ્રવાલ (આઇ એ એસ), અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ ચેરમેન, ગુજરાત ઇકોલોજી કમિશનની વિશેષ ઉપસ્થિતિ હતી.

આ વર્કશોપ દરમિયાન એન્વીસ સેન્ટર્સની કામગીરીના મૂલ્યાંકનની સાથોસાથ આગામી સમયમાં એન્વીસ સેન્ટર્સના કાર્યક્ષેત્રના રોડમેપ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બે દિવસીય વર્કશોપમાં દેશભરના 60 જેટલા એન્વીસ સેન્ટરના વિવિધ પબ્લિકેશનની પણ પ્રદર્શન યોજાવામાં આવ્યું હતું.


Gallery :